સાબરકાંઠા: પ્રાંતિજના દલપુર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત

પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક જ ટ્રકનો ટર્ન લેતા રોડ પર આવતી ઈકોકાર ટ્રક પાછળ ધુસી જતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી તો એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ

New Update
સાબરકાંઠા: પ્રાંતિજના દલપુર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક જ ટ્રકનો ટર્ન લેતા રોડ પર આવતી ઈકોકાર ટ્રક પાછળ ધુસી જતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી તો એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ

સાબરકાંઠાના પ્રાંતિજના દલપુર પાસે કોઇ અજાણ્યો મોટી ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક ફુલફાસ્ટ પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી રોડ કોસ કરવા માટે એકદમ સર્વિસ રોડ ઉપરથી આવી મેન રોડ ઉપર વચ્ચોવચ ઉભી કરી દેતા રોડ ઉપર હિંમતનગર તરફથી આવતી ઈકોકાર નંબર GJ06ED-3518 એકદમ ટ્રક પાછળ ધુસી ગઈ હતી અને ઈકોકારના ચાલક ચમન બારૈયા ,ઇકોકારમાં સવાર પ્રકાશ ગણાવા તથા મજુરોને શરીરે ઈજાઓ પોહચી હતી.તો ઈકોકારમા બેઠેલ પ્રતાપભાઇ નારાયણ ડાભી ઉ.વર્ષ-૪૨ રહે.ધોળકાસ , અમદાવાદને ઈજા પહોચતા તેમનું ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Latest Stories