સાબરકાંઠા : પોગલુ ગામ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પોગલુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજના પોગલુ ગામે આવેલ શ્રી વારાહી શક્તિપીઠ મંદિર ખાતે ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી અને ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજના ઉપક્મે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. માનક બ્યુરો અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટર આશુતોષ શુકલાએ હોલમાર્ક અને ISI માર્કો શું છે ? તે માર્કાવાળી જ વસ્તુઓ શા માટે ખરીદવી ? તથા હોલમાર્ક એ ગુણવતાનું પ્રતિક છે.
સોનાના ઘરેણા પણ હોલ માર્કિંગ વાળા જ ખરીદવા જોઇએ અને સોનાની સાચી પરખ સહિતનું વિસ્તુત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તો આ પ્રસંગે મંદિરના મહંત સુનીલદાસજી મહારાજ, સરપંચ રમીલા પટેલ, ડેપ્યુટી સરપંચ ભરતસિંહ મકવાણા સહિતના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહક હિત સુરક્ષા મંડળની કામગીરી વિશે અને ગ્રાહક સુરક્ષા કાયદાની વિસ્તૃત માહિતી પ્રમુખ નટુ બારોટ દ્વારા આપવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મિલન કડિયા, મુકેશ ભટ્ટ તથા સંદિપ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.