-
માનસિક અસ્વસ્થ યુવક સાથે અમાનવીય વર્તન
-
મહિલા સાથે ઉંચા અવાજે બોલતા થયો હતો ઝઘડો
-
મહિલા સહિત બે શખ્સોએ યુવકના હાથ બાંધીને માર્યો માર
-
ઘટનાના વિડીયો થયા વાયરલ
-
પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી તપાસ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.અને પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવક નીતિશ કૌશિકકુમાર મહેતા ઉંચા અવાજે બોલતો હતો.રમીલા સુરેશભાઈ નાયીએ તેને ટોકતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આ દરમિયાન મંદિરમાંથી બહાર આવેલા જયેશ મંગળદાસ મહેતાએ નીતિશને પકડ્યો હતો. તેના હાથ પાછળના ભાગે કપડાથી બાંધી દીધા હતા. ત્યારબાદ રમીલા અને જયેશે લાકડાના દંડાથી નીતિશને બરડા, ડાબા હાથ અને શરીર પર માર મારી તેને મંદિરની અંદર બેસાડી રાખ્યો હતો. આ ઘટના અંગે નીતિશના પિતા કૌશિકકુમાર અંબાલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જયેશકુમાર મંગળદાસ મહેતા અને રમીલા સુરેશભાઈ નાયી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.