Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: જમીન સંપાદનના મુદ્દે ઇડરના ખેડૂતોનો વિરોધ,રેલી કાઢી તંત્રને પાઠવ્યુ આવેદનપત્ર

ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે

X

રાધનપુરથી શામળાજી સુધી નવા બનનારા 168 નંબરના નેશનલ હાઈવે મામલે સાબરકાંઠાના ઇડરના આઠ ગામડાઓના ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું

સાબરકાંઠાના ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં નેશનલ હાઇવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે એક તરફ ઈડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે હાલમાં 170 હેક્ટર જમીન ઉપર 370 જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે સાથો સાથ સંપાદિત થયેલી જમીનમાં દસકુવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાય છે જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે 8 જેટલા ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. એક તરફ ખેડૂત આલમ વિરોધ નોંધાવી રહ્યું છે તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધ જોવા મળી રહયો છે

Next Story