સાબરકાંઠા :  પ્રાંતિજ મામલતદાર અને તેમનો ડ્રાઈવર રૂપિયા 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામલતદાર તથા તેમનો ડ્રાઇવર ફરિયાદી પાસે એક ડમ્પર પેટે રૂપિયા 10,000 મળીને 5 ડમ્પરના કુલ રૂપિયા 50,000ની લાંચ માંગી હતી

New Update
  • પ્રાંતિજમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાની સફળ ટ્રેપ

  • મામલતદાર કચેરીમાં ગોઠવ્યું હતું છટકું

  • મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા

  • ડમ્પર ન પકડવા માટે માંગી હતી રૂ.50000ની લાંચ

  • ACBએ લાંચિયા અધિકારીઓ પર સકંજો કસતા ફફડાટ  

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને તેમના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા છે, ACBએ સેવા સદનના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. અને ખનીજ વહન કરતા ડમ્પર માલિક પાસે લાંચ માંગી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ પર આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંતિજ મામલતદાર તથા તેમનો ડ્રાઇવર ફરિયાદી પાસે એક ડમ્પર પેટે રૂપિયા 10,000 મળીને 5 ડમ્પરના કુલ રૂપિયા 50,000ની લાંચ માંગી હતી.આ અંગે ફરિયાદીને ACB શાખાનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.જે ફરિયાદના આધારે ગુરૂવારે પ્રાંતિજ મામલતદાર તથા તેઓનો ડ્રાઇવર રૂપિયા 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ત્યારબાદ એસીબી ગાંધીનગરે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે ગાંધીનગર એસીબીના પીઆઈ એચ.ડી.ચાવડાના જણાવાયા મુજબ પ્રાંતિજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા જે.જી.ડાભી તથા તેમનો ડ્રાઇવર કમલેશ પરમાર દ્વારા ડમ્પર ન પકડવા માટે એક ડમ્પર ના રૂપિયા 10,000 અને 5 ડમ્પરના રૂપિયા 50,000ની ફરિયાદી પાસે લાંચની માંગ કરી હતી.અને ACB દ્વારા મામલતદાર કચેરી પાર્કિંગમાં ઇકો કારમાં  મામલતદાર જે.જી.ડાભી તથા તેમનો ડ્રાઇવર કમલેશ પરમારને ફરિયાદ પાસેથી રૂપિયા 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.અને ACBએ બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Latest Stories