Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ

અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે

X

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામે બે દિવસ પહેલા સાંજના સમય એકાએક ભારે પવન અને વરસાદ અચાનક થયો હતો. ભંડવાલ ગામમાં વાલોળ, કારેલા અને ટામેટીના ઉભા કરેલા પાક જમીન દોસ્ત થયા હતા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામ શાકભાજીનો હબ ગણાતું માર્કેટ પણ છે બે દિવસ પહેલા સાંજના સમયે અચાનક વાવાઝોડું આવતા ભંડવાલ ગામમાં 200 જેટલા માંડવા ધારાશય થઈ ગયા હતા. જેમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે અત્યારે વાલોળનો પાક તૈયાર કરવા જેમ કે વાલોળ વાવીને માંડવા બાંધીને તૈયાર કરીને માંડવા બનાવવામાં આવ્યા હતા.

જ્યારે વાલોળ પર ફૂલ આવીને બેસવાની તૈયારી હતી. ત્યારે અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છેજ્યારે ખેડૂતને જાણવા મળેલું કે અમારે આ સીઝન વાલોડ કારેલા ટામેટાના માંડવા પડી જવાથી ખેડૂતોની હાલત હાલ કફોરી બની છે. જેથી ખેડૂતો સરકાર પાસેથી નુક્સાનનું સર્વે કરાવે અને નુકસાન થયેલા પાકનો વળતર યોગ્ય રીતે મળે તેવી ખેડૂતો આશા રાખીને માંગ કરી હતી.

Next Story