હિંમતનગરમાં હૂડાનો ઉગ્ર વિરોધ
અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે નારાજગી
11 ગામ એકજૂથ થઈને નોંધાવ્યો વિરોધ
સરપંચો દ્વારા ગ્રામસભા યોજીને કરાયો વિરોધ
કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હુડા રદ કરવાની માંગ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં 11 ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,અને ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો.પરંતુ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે.પ્રથમ તબક્કે જાહેર સભા યોજી હુડા થકી થતા ગેરલાભ અને લાભ વિશે જાહેર સભા થકી ચર્ચાઓ કરવામાં આવી હતી,અને ત્યારબાદ લેખિત આવેદનપત્ર આપી સાથે જ ગ્રામ્ય સ્થળે ગ્રામસભાઓ યોજી ગ્રામસભામાં સંમતિ સદાયેલ ઠરાવની નકલો સાથે જિલ્લા કલેકટરને હુડા સંકલન સમિતિ અને 11 ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.જોકે આવેદનપત્ર આપી હુડા રદ કરવામાં આવે તેમજ હુડા સમાવિષ્ટ વિસ્તારમાં જે જમીન કપાતમાં જાય તેનું વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.