સાબરકાંઠા: શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિજ ચોમાસાની શરૂઆતે જ ધોવાયા, વાહન ચાલકોને હાલાકી

New Update
સાબરકાંઠા: શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિજ ચોમાસાની શરૂઆતે જ ધોવાયા, વાહન ચાલકોને હાલાકી

અમદાવાદથી શામળાજી નેશનલ હાઈવે પર કેટલાક નવીન બનાવેલા ઓવર બ્રિજની હાલત ભંગાર જોવા મળી રહી છે. માર્ગની બિસ્માર હાલતના પગલે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સાબરકાંઠાના શામળાજી ચિલોડા નેશનલ હાઈવે સિક્સ લાઈન તૈયાર થઈ રહ્યો છે. કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. મોટા ભાગના ઓવરબ્રિજ તૈયાર થઈ ચુક્યા છે. તો હાઈવે પણ મોટે ભાગે સિક્સ લાઈનનો પહોળો થઈ ચુક્યો છે અને પેવર પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ હાઈવે પૂરો તૈયાર થઈને લોકાર્પણ કરવામાં આવે એ પહેલા જ અનેક ઠેકાળે તૂટી રહ્યો છે.

ઓવરબ્રિઝ પર મોટા ગાબડા પડી રહ્યા છે અને ઉદ્ઘાઘટન પહેલા જ ગાબડા પૂરવાની કામગીરી કરવી પડી રહી છે. જેને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. હિંમતનગર અને તેની આસપાસના અનેક ઓવરબ્રિઝ પર ખાડા પડવાને લઈ તેનુ અવારનવાર સમારકામ કરવુ પડી રહ્યુ છે. કેટલાક બ્રિઝને તો છેલ્લા એક વર્ષમાં ત્રણ થી પાંચ વાર રિપેર કરવા પડ્યા છે.

હિંમતનગરના હાજીપુર, પ્રાંતિજના દલપુર અને પોગલુ ચાર રસ્તા તેમજ જેસિંગપુરના પુલની હાલત એકદમ ખરાબ છે. આ બ્રિજ પર અનેકવાર સમારકામ કરવા પડી રહ્યા છે.

Latest Stories