સાબરકાંઠા: હિંમતનગરમાં જુની સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધીના ઓવરબ્રિજનું કામ શરૂ,ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત

હિંમતનગર શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

New Update
સાબરકાંઠા: હિંમતનગરમાં જુની સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધીના ઓવરબ્રિજનું કામ શરૂ,ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

હિંમતનગર શહેરમાં જૂની સિવિલથી લઈને દુર્ગા બજાર સુધીના ઓવરબ્રિજનું કામ અગાઉ કરીને શરૂઆત કરવામાં આવી હતી.જો કે ટેકનિકલના કારણે બંધ હતું ત્યારે આજે ફરી ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્યના વી.ડી.ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરીને ઓવર બ્રિજનું કામ શરૂ કરાયું હતું. જોકે ઓવર બ્રિજની કામ શરૂ કરવામાં માટે ધારાસભ્ય સહિત પાલિકાના સત્તાધીશો અને જીયુડીસીના અધિકારીઓ પ્લાન મુજબ કામ શરૂ કરવા માટે મુલાકાત કરી હતી. ઓવર બ્રિજ ૧૯ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે.ઓવર બ્રિજના ખાતમુર્હુતમાં પ્રદેશ સોશ્યલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થ પટેલ, પાલિકા પ્રમુખ યતિના મોદી, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત પાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.