સાબરકાંઠા : હાજીરપુરા નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા બે યુવાનોના કરૂણ મોત,એક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.

New Update
  • પ્રાંતિજમાં ડમ્પરની અડફેટે આવતા બે યુવાનોનાં મોત

  • ડમ્પર ચાલક ભાગવા જતા કૂવામાં પડ્યો

  • સ્થાનિક લોકોમાં અકસ્માતને પગલે રોષ

  • કુવામાં પડેલા ડમ્પર ચાલકનું કરાયું રેસ્ક્યુ

  • પોલીસે અકસ્માત અંગે શરૂ કરી તપાસ 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે પિતા ઈજાગ્રસ્ત થતા  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટના બાદ ડમ્પર ચાલક ભાગવા જતા કૂવામાં પડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા રોડ પર હજીરપુરા પાસે કાળમુખા ડમ્પરે અડફેટે લેતા બે બાઈક સવારના મોત નિપજ્યાં છે. બંને યુવકોના અકાળે મોતને પગલે સ્થાનિકોમાં રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોનો ગુસ્સો જોઈ અંધારામાં ભાગવા જતા ડમ્પર ચાલક કૂવામાં પડ્યો હતો.40 ફૂટ ઉંડા કુવામાં પડેલા ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.

સર્જાયેલા અકસ્માતમાં ગદરજી સુરેશજી ચૌહાણ ઉં.વ. 23 અને અર્જુનજી મંગાજી ચૌહાણ (પુત્ર) ઉં.વ. 25ના કરૂણ મોત નિપજ્યા છે.જ્યારે મૃતક અર્જુનજીના  પિતા મંગાજી જવાનજી ચૌહાણ ઉં.વ. 50ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

Latest Stories