Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન,મોટી સંખ્યામા ઉમટી રહ્યા છે પદયાત્રી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે

ભાદરવી પુર્ણીમા એટલે માં અંબા જગતજનનીનો ઉત્સવ તરીકે જોવામા આવે છે અને એટલે જ તો માં અંબાના દર્શને જવાનો માર્ગ જાણે ભાદરવા માસની શરૂઆતથી ઉભરાય છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે. ભાદરવી પૂનમના જતા પદયાત્રીઓ માટે હવે રાજકીય પક્ષના નેતાઓ વિસામાની સાથે બોલ માડી અંબે જય જય અંબે મા બેનરો લગાવામાં આવ્યા છે. ચા નાસ્તા અને મેડિકલની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સાંસદ દિપસિંહ રાઠોડ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચા નાસ્તા અને અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

Next Story