સાબરકાંઠા : પાણીની બચતે અપાવ્યું પુરસ્કાર, તખતગઢ ગામલોકોનો ગજબનો આઇડીયા
સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે કોઇ પણ ગામડાઓમાં તમે જાવ ત્યારે ફળિયાઓમાં પાણી ઢોળાયેલું જોવા મળતું હોય છે અને પાણીના ઉપયોગ ઉપર પણ કોઇનો અંકુશ હોતો નથી. સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામમાં પણ આવી જ સમસ્યા હતી પણ ગામલોકોના એક આઇડીયાએ આખી સ્થિતિ બદલી નાંખી છે. પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના લોકોએ અનોખો પ્રયાસ કર્યો છે. જેનાથી ગામના લોકોને પાણી જ નહી પરંતુ સ્વચ્છતામાં પણ અનેકગણો ફાયદો થયો છે. ગામના રસ્તાઓ પહેલા પાણીથી તરબતર થતાં ગંદકી ફેલાઇ રહી હતી. તો બીજી તરફ ગામમાં પાણીની સમસ્યા હતી. જેને લઇને ગામના સરપંચે ગંદકી અને પાણીની બચત બંનેનો ઉપાય શોધી કાઢ્યો હતો. ગામના લોકો સમક્ષ સરપંચે પાણીના મીટર લગાવવાનો પ્રસ્તાવ મુકયો હતો. ગામલોકોએ હોંશે હોશે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ પ્રસ્તાવનું પરિણામ એ આવ્યું કે ગામમાં આજે પાણીની બચત તો થઇ રહી છે પણ ગંદકી પણ ઓછી થઇ ચુકી છે.
તખતગઢની વાત કરવામાં આવે તો.. ગામની વસ્તી માંડ પંદરસો જેટલી છે. ગામમાં કુલ ૨૫૦ ઘર આવેલા છે અને ગામના ૯૫ ટકા ઘરને પાણીના મીટર વડે પાણી અપાય છે. લોકોને હવે પાણી મીટરના યુનિટ દીઠ ફાળવાય છે. જેમાં પ્રતિ યુનિટે ૧ રુપિયો ચાર્જ લેવામા આવે છે. વિજળીના બીલમાં પણ રાહત સર્જાઇ છે. ભારત સરકારે તખતગઢ ગામને શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદ કરીને પશ્વિમ ઝોનમાં જળ પુરસ્કાર માટે પસંદ કરી છે. જળ સંચય બાબતે ગામના સરપંચ નિશાંત પટેલ શું કહે છે, આવો સાંભળીએ.
ગામના લોકોએ મીટર પ્રથાને અપનાવીને પાણીની તો બચત કરીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. પંચાયતના પાણી માટેના વિજળી બીલમાં પણ બચત કરી છે. જો દરેક ગામમાં આ પ્રકારની પધ્ધતિ અપનાવવામાં આવે તો જળ સંચયની સાથે વીજળીની પણ બચત થઇ શકે તેમ છે. વર્તમાન સમયમાં પાણીની બચત ખુબ જરૂરી બની છે ત્યારે દરેક નાગરિકોએ પાણીનું મહત્વ અને મુલ્ય સમજવું પડશે.https://youtu.be/7g9AeSOvm4I
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ: નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 6 જુગારીયો...
22 May 2022 3:49 AM GMTઅમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ ...
21 May 2022 4:14 PM GMTભાવનગર : મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી પાલીતાણાના સામાજિક આગેવાને ...
21 May 2022 3:17 PM GMTભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ...
21 May 2022 2:56 PM GMTભાવનગર : 'આતંકવાદ વિરોધી દિન' નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓએ શપથ...
21 May 2022 2:38 PM GMT