સાબરકાંઠા : પાણીની બચતે અપાવ્યું પુરસ્કાર, તખતગઢ ગામલોકોનો ગજબનો આઇડીયા

સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા : પાણીની બચતે અપાવ્યું પુરસ્કાર, તખતગઢ ગામલોકોનો ગજબનો આઇડીયા
New Update

સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે કોઇ પણ ગામડાઓમાં તમે જાવ ત્યારે ફળિયાઓમાં પાણી ઢોળાયેલું જોવા મળતું હોય છે અને પાણીના ઉપયોગ ઉપર પણ કોઇનો અંકુશ હોતો નથી. સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામમાં પણ આવી જ સમસ્યા હતી પણ ગામલોકોના એક આઇડીયાએ આખી સ્થિતિ બદલી નાંખી છે. પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના લોકોએ અનોખો પ્રયાસ કર્યો છે. જેનાથી ગામના લોકોને પાણી જ નહી પરંતુ સ્વચ્છતામાં પણ અનેકગણો ફાયદો થયો છે. ગામના રસ્તાઓ પહેલા પાણીથી તરબતર થતાં ગંદકી ફેલાઇ રહી હતી. તો બીજી તરફ ગામમાં પાણીની સમસ્યા હતી. જેને લઇને ગામના સરપંચે ગંદકી અને પાણીની બચત બંનેનો ઉપાય શોધી કાઢ્યો હતો. ગામના લોકો સમક્ષ સરપંચે પાણીના મીટર લગાવવાનો પ્રસ્તાવ મુકયો હતો. ગામલોકોએ હોંશે હોશે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ પ્રસ્તાવનું પરિણામ એ આવ્યું કે ગામમાં આજે પાણીની બચત તો થઇ રહી છે પણ ગંદકી પણ ઓછી થઇ ચુકી છે.

તખતગઢની વાત કરવામાં આવે તો.. ગામની વસ્તી માંડ પંદરસો જેટલી છે. ગામમાં કુલ ૨૫૦ ઘર આવેલા છે અને ગામના ૯૫ ટકા ઘરને પાણીના મીટર વડે પાણી અપાય છે. લોકોને હવે પાણી મીટરના યુનિટ દીઠ ફાળવાય છે. જેમાં પ્રતિ યુનિટે ૧ રુપિયો ચાર્જ લેવામા આવે છે. વિજળીના બીલમાં પણ રાહત સર્જાઇ છે. ભારત સરકારે તખતગઢ ગામને શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદ કરીને પશ્વિમ ઝોનમાં જળ પુરસ્કાર માટે પસંદ કરી છે. જળ સંચય બાબતે ગામના સરપંચ નિશાંત પટેલ શું કહે છે, આવો સાંભળીએ.

ગામના લોકોએ મીટર પ્રથાને અપનાવીને પાણીની તો બચત કરીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. પંચાયતના પાણી માટેના વિજળી બીલમાં પણ બચત કરી છે. જો દરેક ગામમાં આ પ્રકારની પધ્ધતિ અપનાવવામાં આવે તો જળ સંચયની સાથે વીજળીની પણ બચત થઇ શકે તેમ છે. વર્તમાન સમયમાં પાણીની બચત ખુબ જરૂરી બની છે ત્યારે દરેક નાગરિકોએ પાણીનું મહત્વ અને મુલ્ય સમજવું પડશે.

#Connect Gujarat #Sabarkantha #CMO Gujarat #Prantij #Gram Panchayat #save water #Save Life #Government of India #Takhtgadh #CleanVillage #Save Electricity
Here are a few more articles:
Read the Next Article