ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ
ડેમ સિઝનમાં છલોછલ ભરાતા લોકોમાં ખુશીનો માહોલ
5 ગેટ ખોલી છોડવામાં આવતું 60 હજાર ક્યુસેક પાણી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પધાર્યા
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માઁ નર્મદાના વધામણાં કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં છલોછલ ભરાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માઁ નર્મદાના વધામણાં કર્યા હતા.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એની મહત્તમ સપાટીએ પહોંચવા માટે સજ્જ છે. સિઝનમાં પ્રથમ વખત ડેમની જળસપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, અને હાલમાં એ 138.68 એમ પૂર્ણ ક્ષમતાએ ભરાયો છે. ગત વર્ષે પ્રથમ નવરાત્રિના દિવસે નર્મદા ડેમ છલોછલ થયો હતો, જ્યારે આ વર્ષે પણ છેલ્લો નોરતે ડેમ છલોછલ થયો છે. ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની સતત આવકમાં વધારો થતાં સપાટીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
આ સિઝનમાં ડેમ છલોછલ થવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે માઁ નર્મદાનાં વધામણાં કરવા પધાર્યા હતા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નર્મદાના નીરનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 60 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની સલામતી માટે તેના 5 દરવાજા ખોલવાની શક્યતાઓ ઊભી થઈ છે. ડેમની જળસપાટી મહત્તમ સપાટીની નજીક પહોંચતાં ગુજરાતના લાખો ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યા ધરાવતા વિસ્તારો માટે આ ખૂબ જ રાહતભર્યા અને આનંદના સમાચાર છે.