AAPના ઉમેદવારોની સાતમી યાદી જાહેર, વધુ 13 ઉમેદવારોના નામ કર્યા જાહેર
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે.
BY Connect Gujarat Desk28 Oct 2022 7:05 AM GMT

X
Connect Gujarat Desk28 Oct 2022 7:05 AM GMT
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, હાલમાં ભાજપ અને કોંગ્રેસની અંદર ઉમેદવારી માટે વિવિધ નેતાઓ દ્વારા દાવેદારી કરવામાં આવી રહી છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં કડીથી HK ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જામનગર ગ્રામ્યથી પ્રકાશ દોંગા, મહેમદાવાદથી પ્રમોદભાઈ ચૌહાણ જ્યારે લૂણાવાડાથી નટવરસિંહ સોલંકી ઝાડુના નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.
જુઓ સંપૂર્ણ લિસ્ટ:-
Next Story