Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર આવ્યા ભાવનગર, કરાયું ભવ્ય અભિવાદન...

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર જિલ્લાના પ્રવાસે આવેલા શક્તિસિંહ ગોહિલના ભવ્ય સ્વાગત સાથે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો.

X

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર જિલ્લાના પ્રવાસે આવેલા શક્તિસિંહ ગોહિલના ભવ્ય સ્વાગત સાથે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયા બાદ તેઓ પ્રથમવાર ભાવનગર આવી પહોંચતા ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતેના કુંભારવાડા સર્કલ ખાતે બાલિકાઓ દ્વારા શક્તિસિંહ ગોહિલને કુમકુમ તિલક વડે સ્વાગત કરાયું હતું, જ્યારે જીપમાં સવાર થઈ તેઓ રેલીમાં જોડાયા હતા. આ રેલી શહેરના રાજમાર્ગો માર્ગો પર નીકળી હતી. લોકોએ શક્તિસિંહ ગોહિલનું ઠેર ઠેર પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. 3 કલાકની રેલી બાદ સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે શક્તિસિંહ ગોહિલના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓ, મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિરોધ પક્ષના નેતાએ વિવિધ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ઘણું પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story