શામળાજી : ચાંદીના રથમાં નીકળી ભગવાનની સવારી, ભક્તોની ભીડ ઉમટી.

આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા.

New Update

આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા.

યાત્રાધામ શામળાજીમાં આજે  ભારે ધામધૂમ પૂર્વક મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.  સુંદર કલાત્મક રથમાં ઠાકોરજીને  પૂજારી દ્વારા બિરાજમાન કરી રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. વાજતે ગાજતે ભક્તો ભજન કીર્તન સાથે રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રા પર્વમાં રાજ્યસભા સંસદ અને શામળાજી મંદિરના ટ્રસ્ટી મયંક પટેલ ,મંદિરના ટ્રસ્ટીઓ જગદીશ ગાંધી, ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ ,વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી,ટ્રસ્ટી વિપુલ રાણા,ભાજપ અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રા પર્વનો લાભ લીધો હતો. ભગવાન ઠાકોરજીને આજે નવા ખાસ બનાવડાવેલ કલાત્મક રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા હતા. ભગવાનને આજે મગ અને જામ્બુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. 

Latest Stories