જામનગર : લશ્કરના જવાનોને મહિલા કોર્પોરેટર સહિતની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી...

જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને ભારત-તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ લશ્કરના જવાનોને બહેનોએ રાખડી બાંધી આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા

author-image
By Connect Gujarat Desk
New Update

રક્ષાબંધન પર્વની આજે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાય

એક રાખી ફોજી કે નામ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મહિલા કોર્પોરેટર દ્વારા સતત 9માં વર્ષે ભવ્ય ઉજવણી

લશ્કરના જવાનોના હાથે બહેનો દ્વારા રાખડી બંધાય

5 હજાર જેટલી રાખડીઓ જવાનોને મોકલવામાં આવી

જામનગરના મહિલા કોર્પોરેટર દ્વારા સતત 9માં વર્ષેએક રાખી ફોજી કે નામ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લશ્કરના જવાનોને બહેનોએ રાખડી બાંધી હતીઅને 5 હજાર જેટલી રાખડીઓ સરહદ પર તૈનાત જવાનોને મોકલવામાં આવી હતી.

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનોના પવિત્ર તહેવારનો પ્રસંગભારતીય સેનાના જવાનો તેમના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા હોય છેત્યારે આ જવાનોના કાંડા પર પણ રાખડી બંધાય તેવા શુભ હેતુસર જામનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓમહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે રાખડી એકઠી કરવાનું આહવાન આપવામાં આવ્યુ હતું.

આ પહેલને સફળતા સાંપડી હતી. જેમાં 5 હજારથી પણ વધુ રાખડીઓ અને શુભેચ્છા સંદેશાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને ભારત-તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ સેકન્ડ ઈન કમાન્ડિંગ મેજર જેરીફામેજર સૂરજ તેમજ સુબેદાર મેજર કે. નિલમરાવ અને માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના જવાનોને રાખડી બાંધી હતી.

બહેનો દ્વારા લશ્કરના જવાનોને રાખડી બાંધવામાં આવતા આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલનું સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર મેજર જેરીફા દ્વારા વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે