સોમનાથ તીર્થના નામેઓનલાઈન ઠગાઈ કરતા ઠગો સક્રિય
ઠગોથીસાવચેત રહેવા સોમનાથ ટ્રસ્ટની અપીલ
somnath.orgપરથી જ બુકીંગકરવા ભક્તોનેઅનુરોધ
ઓનલાઇન ઠગાઇનોવિડીયો વાયરલ થતા ટ્રસ્ટ આવ્યુ હરકતમાં
Google Pay,QR કોડ પર કોઈ વ્યવહાર ન કરવા અપીલ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકીગના નામે ઓનલાઇન ચીટરો શક્રિયબન્યા છે.અનેદેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. અનેક બનાવોમાં શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે.
દુનિયામાં આધુનિક ટેકનોલોજીએ લોકોને અનેક સુવિધાઓ આપીછે. ત્યારે એ સુવિધાનેભેજાબાજ ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે.પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહછે. આમ છતાં આ ટ્રસ્ટને ઠગવામાં પણ ચીટરો સતત ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે.આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર જ દેવકી નામની એક મહિલાએ અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલ બુકિંગના નામે ચીટીંગનો વિડીયો વાયરલ કર્યો હતો, આ વિડીયો થકી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમને સુંદર પ્રયાસ કર્યો છે.
વધુમાં છત્તીસગઢના દિનેશ નામના એક વ્યક્તિને સોમનાથ દર્શન માટે આવવું હતું ત્યારે તેમનેગૂગલ પર સોમનાથ સર્ચ કર્યું.અને તેમને અનેક નામો અનેકQR કોડ પર પૈસા મોકલવાનુંજણાવવામાં આવ્યું.ત્યારે આ જાગૃત યુવાને વિચાર્યું કે સોમનાથ જેવું તીર્થધામ અને એમાં કોઈ એક જ વ્યક્તિના નામે વ્યવહાર કેમ કરવો? ત્યારબાદ તેમણે સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ (somnath.org) વેબસાઇટ પર બુકિંગ કરી અને પોતે આબાદ છેતરાતા બચ્યા હતા.આમ ઓનલાઈન પર વ્યવહાર કરવો જેમા"સાવચેતી જ સલામતી" એ સૌ લોકો માટે અનિવાર્ય છે.
આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે ફ્રોડ બાબતે250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરવામાં આવી છે.સોમનાથમાં (somnath.org ) ઓફિસિયલ વેબસાઈટ સિવાય કોઈપણ પ્રકારની મોબાઈલ નંબર પર.Google Pay. QR કોડ.કે કોઈપણ વ્યવહાર કે બુકિંગ કરતા નથી.જેથી સોમનાથ આવનાર ભાવિકોએ (somnath.org) સિવાય કોઈપણ પ્રકારે વ્યવહારો ન કરવા સૂચન કરવામાં આવ્યું છે.