સોમનાથ: કાર્તિકી પૂર્ણિમા મેળામાં વિક્રમજનક 2 લાખથી વધુ લોકોની મેદની ઉમટી પડી

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખૂબ જનમેદની ઉમટી રહી છે,અને સોમનાથ મહાદેવના દર્શન સાથે મેળાનો આનંદ પણ શ્રદ્ધાળુઓ ઉઠાવી રહ્યા છે.

New Update
  • સોમનાથમાં કાર્તિકી પૂનમના મેળામાં જામી રંગત

  • મહાદેવના દર્શન અને મેળાનો આનંદ ઉઠાવતા શ્રદ્ધાળુઓ

  • બે દિવસમાં 3 લાખથી વધુ લોકોએ લીધી મેળાની મુલાકાત

  • સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયને લોકોએ આવકાર્યો

  • મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખૂબ જનમેદની ઉમટી રહી છે,અને સોમનાથ મહાદેવના દર્શન સાથે મેળાનો આનંદ પણ શ્રદ્ધાળુઓ ઉઠાવી રહ્યા છે.
સોમનાથમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમા મેળો અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે. મેળાની પ્રથમ રાત્રીએ 1 લાખથી વધુ સેહલાણીઓથી સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો.ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા.
ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઈડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી, રાચરચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે.
અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે.જેથી મેળામાં વેપારીઓ આનંદમાં છે.સાથે મેળામાં આવનાર મુલાકાતીઓ પણ જણાવી રહ્યા છે કે મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે.સાથે સાથે જે રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કરીએ છીએ જેથી પરિવાર પણ ખુશ છે.
Read the Next Article

ભાવનગર : પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર,આદપુરમાં વરસાદી પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા ગ્રામજનોને હાલાકી

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

New Update
  • પાલીતાણામાં વરસ્યો મુશળધાર વરસાદ

  • ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

  • આદપુરમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાયા

  • રસ્તો ગુમ થતા તંત્ર સામે ગ્રામજનોનો રોષ"

  • કોઝવેની વારંવારની રજૂઆત પણ પરિણામ શૂન્ય

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓ માંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે.જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવી રહ્યા છે. 

આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છેછતાં તંત્ર આજદિન સુધી તેઓની રજૂઆતને કાને નથી ધરી રહ્યું,અને હવે ફરી એકવાર વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનો રોષે ભરાયેલા છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે.