સોમનાથ : સોમનાથ મહાદેવના કરી શકાશે દર્શન પણ ઓનલાઇન બુકિંગ જરૂરી

શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર

સોમનાથ : સોમનાથ મહાદેવના કરી શકાશે દર્શન પણ ઓનલાઇન બુકિંગ જરૂરી
New Update

રાજયમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં હવે દેવાલયોને ખોલવાની મંજુરી સરકારે આપી છે. અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ 2021 થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે તા. 11 જૂનના રોજથી ભાવિકો માટે ખુલી જશે. આમ આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસ બાદ ફરીથી મંદિર ખુલવા જઇ રહયું છે. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પાલન થાય તે માટે મંદિર ની એન્ટ્રી થી લઈ પરિસર સુધી ગોળ રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં દર્શન માટે માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રહેશે.

ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર પણ દર્શન માટેના સ્લોટની લીંક મૂકવામાં આવી છે. જે લીંક દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે. તેથી વધુ સમય લાઈનમાં ન ઉભા રહેવું પડે. સવારે 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખુલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. આથી બહારથી આવતા શ્રદ્ધાળુઓ અગાઉથી ઓનલાઈન દર્શન નું બુકીંગ કરાવીને જ દર્શન માટે આવવાનું રહેશે. જેથી તેઓને પણ દર્શન માં બિનજરૂરી વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે.

#Somnath Gujarat #Somnath Trust #Somnath Mandir #Somnath #Somnath Mahadev #Somnath Temple #online booking #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article