સોમનાથ:મહાદેવના ભક્તો માટે અનોખી સુવિધા,દિવાળી પર વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન કરી શકશે

સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,જેમાં ભક્તો વર્ચ્યુઅલી લક્ષ્મી પૂજનનો લાભ લઇ શકશે.

New Update
Advertisment

સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન

Advertisment

ડિજિટલ ભારત સાથે જોડાયેલો અનોખો ઉપક્રમ

ભક્તોને વર્ચ્યુઅલી જોડનાર ભક્તિ સેતુ બનશે સોમનાથ મંદિર

દિવાળીની રજાઓમાં આવનાર ભક્તો પણ લઈ શકશે લક્ષ્મી પૂજનનો લાભ  

દિવાળીની સાંજે યોજાશે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ 

સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,જેમાં ભક્તો વર્ચ્યુઅલી લક્ષ્મી પૂજનનો લાભ લઇ શકશે.

સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.આ પરંપરાને લોકો માટે સુલભ અને સુખદાયી બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના વિઝનને અનુસરીને, દેશભરના ભક્તોને ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજન માટે જોડવા માટે વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.જેમાં દિવાળીના દિવસે તારીખ 31મી ઓક્ટોબર ગુરુવારના રોજ સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી શ્રી સોમનાથ મંદિરમાં દેશભરમાં વસતા ભક્તોના લાભ માટે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે.