દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહયાં છે ત્યારે મંદિર ખાતે તેમના જન્મદિવસની ઉજવણી કરાય હતી. આ પ્રસંગે ખાસ માર્કંડેય પુજા કરવામાં આવી હતી.
અષ્ટાધ્યાયી રૂદ્રાભિષેક પૂજન, આયુષ્ય મંત્રજાપ તથા રાષ્ટ્ર સુક્ત મંત્ર પઠન, સહીતના કાર્યક્રમો યોજી વડાપ્રધાનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના સેક્રેટરી પી.કે.લહેરી ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
સોમનાથ મંદિરના યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે વડાપ્રધાન મોદીના નાનપણથી માંડી અત્યાર સુધીની લાક્ષણિક તસ્વીરોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ તસવીરોને સુરતના કલાકારોએ ખાસ પેન્સિલથી તૈયાર કરી છે.