સાળંગપુર મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું નિર્માણ
રાજ્યનું પ્રથમ 1100 રૂમવાળું યાત્રિક ભવન બનીને તૈયાર
યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી યાત્રિક ભવનનું નિર્માણ
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કરવામાં આવશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત સંતો-મહંતો રહેશે ઉપસ્થિત
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે, ત્યારે સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું યાત્રિક ભવનનું લોકાર્પણ તા. 31મી ઓક્ટોબરના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન માટે લાખો ભક્તો ઉમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદ તથા સંતોના હસ્તે તા. 31 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે, શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સંકલ્પ તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શન અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની પાછળના ભાગે બનાવાયું છે. અહી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1 હજારથી વધુ રૂમ ઉપલબ્ધ છે. જેમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે તે માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે. યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે.