દાહોદ : અનિયતામિત બસ સુવિધાથી પરેશાન વિદ્યાર્થીઓએ ડેપોમાં કર્યો હોબાળો,બસ સેવા શરૂ કરવા કરી માંગ

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી

New Update
  • જેસાવાડામાં એસટી બસની અનિયમિતાથી પરેશાની

  • દાહોદમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પરેશાન

  • બસ ડેપોની બહાર વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

  • ડેપો મેનેજરને વિધાર્થીઓએ કરી ઉગ્ર રજૂઆત

  • ડેપો મેનેજરે બસ સેવા શરૂ કરવાની આપી બાંહેધરી

દાહોદ જિલ્લાના જેસાવાડાની એસટી બસ સેવા બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ સહિતના યાત્રીઓ પરેશાન થઇ ગયા છે,અને અનિયમિત બસ સેવા રાબેતા મુજબ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં ભારે હોબાળો કર્યો હતો.

દાહોદ જિલ્લાના જેસાવાડાથી દાહોદ શહેરમાં સ્કૂલ કોલેજ સુધી જતી એસટી બસ સેવા છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી છે,તેમજ અનિયમિત બસની સેવાથી પરેશાન વિદ્યાર્થીઓએ વારંવાર એસટી વિભાગમાં રજૂઆતો કરી હતી,પરંતુ કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર  ન મળતા વિદ્યાર્થી સહિતના મુસાફરો પરેશાન થઇ ગયા છે.

જેના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી હતી.જોકે ડેપો મેનેજરે બસ સેવા શરૂ કરવાની બાંહેધરી આપ્યા બાદ બસ ડેપોમાં સર્જાયેલો ચક્કાજામ મુક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories