સાબરકાંઠા: હિંમતનગરમાં ખેડૂતે પપૈયાની કરી સફળ ખેતી, મળેવી 27 લાખની આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે

New Update
  • હિંમતનગરના ખેડૂતની ખેતીમાં સફળતા

  • ત્રણ એકર જમીનમાં પપૈયાની કરી ખેતી

  • પપૈયાની ખેતીમાંથી મેળવી 27 લાખની આવક

  • ખેતીમાં આધુનિક ટેક્નોલોજી બની સહાયરૂપ

  • અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ   

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે,અને તેઓએ સરકારની બાગાયત ખેતીની યોજનાનો લાભ મળતા આભાર વ્યક્ત કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુર ગામના ખેડૂત શાંતિલાલ પટેલે પોતાના ત્રણ એકર જમીનમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની આવક મેળવી છે.આ ઉપરાંત  તેઓ બટાકાની ખેતી પણ કરી રહ્યા છે. તેઓને બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી માટે સહાય પણ આપવામાં આવી છે. શાંતિલાલ પટેલ જણાવે છે કે અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતા.વર્ષો પહેલા કપાસના પાકનું વાવેતર કરતા હતા.

શરૂઆતમાં 100 મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યું હતું.ત્યાર બાદ તેઓએ પપૈયાની ખેતીનો વિચાર કર્યો અને ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની ચોખ્ખી આવક મેળવી છે. આ વર્ષે અઢી એકરમાં પપૈયા વાવ્યા છે. તેનો ગ્રોથ ખુબ સરસ છે. શાંતિલાલ પટેલ પપૈયાની ખેતી દ્વારા નફો વધાર્યો છેસાથે જ  તેમણે પોતાના ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હવે તેઓ અન્ય ખેડૂતોથી ખેતીના સિદ્ધાંત અને ટેકનિક પર દિશા આપી રહ્યા છે.

Latest Stories