સુરત : રૂ. 2 હજારની લેતીદેતીમાં યુવકને માર મારનાર શખ્સોની કરાય ધરપકડ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 2 હજાર રૂપિયાની લેતીદેતીમાં 4 લોકોએ એક યુવકને તેના ઘરેથી ઉંચકી લાવીને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. યુવકને થાંબલા સાથે બાંધીને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાં પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી. જેમાં પીડિત યુવકે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી.
પાંડેસરા ખાતે આવેલા જય અંબે નગર સોસાયટીમાં રહેતા રોહિત નામના યુવકે 6 મહિના પહેલા રૂપિયા 2 હજારની રકમ દીપક નામના શખ્સ પાસેથી ઉછીની લીધી હતી. આ રકમ રોહિત આપી ન શકતા દીપક અને તેના સાગરિતોએ ગત 14મી તારીખે મોડીરાતે રોહિતને ઊંચકી લાવી અર્ધનગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. લગભગ એકાદ કલાક સુધી આરોપીઓએ તેને બાંધી રાખ્યો હતો. રોહિતે આજીજી કરી છતાં ચારેય શખ્સોએ તેની વાત ન માનીને માર માર્યો હતો. આ બનાવ અંગે પાંડેસરા પોલીસમાં રોહિતે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે મારામારી, કર્ફયુ ભંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી સન્ની, આકાશ, દીપક અને અરવિંદ નામના શખ્સોને ઝડપી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT