Connect Gujarat
ગુજરાત

સુરત : કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, વેપારીઓમાં ખુશી

કોરોનાના કારણે હીરા ઉદ્યોગને સૌથી મોટો ફટકો, કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં તેજી.

X

કોરોના મહામારીના કારણે સુરતના હીરા ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં ફરી તેજી જોવા મળી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં 9 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ સાથે જ કટ અને પોલીશ્ડ ડાયમંડની પણ માંગ ખૂબ વધી છે.

કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર સુરતના હીરા ઉદ્યોગને પડી હતી, ત્યારે વિદેશમાં ડાયમંડની નિકાસ થતાં હીરા ઉદ્યોગમાં રાહત થઇ છે. તો સાથે જ કોરોના કાળ દરમ્યાન પણ સુરતના ડાયમંડની માંગમાં વધારો નોંધાયો છે. ગત એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9600 કરોડના નેચરલ ડાયમંડની નિકાસ થઈ છે. સુરતથી એકમાત્ર માર્ચ મહિનામાં નેચરલ પોલિશડ ડાયમંડનું 5948 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે સિન્થેટિક ડાયમંડનું 388.14 કરોડનું એક્સપોર્ટ સુરતથી નોંધાયું છે.

જોકે, વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ સુરત બનવા જઈ રહ્યું છે. જેમાં 4500 જેટલી ઓફિસમાં 65 હજાર લોકો એક છત નીચે કામ કરશે. આ ઉપરાંત સુરતનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ 'ડાયમંડ બુર્સ' પણ દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશે. જેમાં એક અંદાજ પ્રમાણે આ બુર્સ બન્યા બાદ દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા વર્તાઇ રહી છે.

Next Story