લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર
ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી
ફ્લાયઓવરથી ખેતરમાં ભરાયા પાણી
ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત
ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે, જેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છે, જેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.