Connect Gujarat
ગુજરાત

સુરત : આરોગ્ય કર્મીઓએ ખખડાવ્યા ઘરના "બારણાં", ઘરે ઘરે જઈને આપી લોકોને રસી..

દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી એકવાર રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

X

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. આ સાથે જ દિવાળીની રજાઓ પણ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 142 સેન્ટર ઉપર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત લોકોના ઘરે ઘરે જઈને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.

સુરતમાં દિવાળીના તહેવાર નિમિત્તે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરીને બંધ રાખવામા આવી હતી. જોકે, હવે દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી એકવાર રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ્યારે 82 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે, જ્યારે 142 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા 1100 જેટલા કર્મચારીઓની ટીમને સક્રિય કરવામાં આવી છે. આ સાથે જ રસી નહીં લેનાર લોકોના ઘરે ઘરે જઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે ઘરે ઘરે જઈને રસી આપવાની કામગીરીને લોકોએ આવકારી આરોગ્ય વિભાગને સહયોગ આપ્યો છે.

Next Story