સુરત : કામરેજ પંથકમાં ભારે પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

સુરત જિલ્લામાં રવિવારથી મેઘાવી માહોલ, વરસાદ શરૂ થતાંની સાથે વીજળી થઇ ડુલ.

New Update
સુરત : કામરેજ પંથકમાં ભારે પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

સુરત જિલ્લાના કામરેજ, માંડવી, ઉમરપાડા, માંગરોળ અને ઓલપાડ તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદ હાથતાળી આપી રહયો હોવાથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી.

રવિવારે સવારથી સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગગન ગોરંભાતા અંધારપટ છવાય ગયો હતો. થોડી જ ક્ષણોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું,સુરત જિલ્લાના કામરેજ, માંડવી, ઉમરપાડા,માંગરોળ,ઓલપાડ સહિતના તાલુકામા ગાજવીજ અને પવન સાથે વરસાદ તુટી પડયો હતો. જો કે વરસાદ શરૂ થતાં જ ઘણા વિસ્તારોમા વીજળી ડુલ થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચોમાસાના પ્રારંભે વરસાદ સારો વરસતા ખેડૂતોએ વાવણી કરી હતી જોકે બાદમાં મેઘરાજા હાથતાળી આપી ચાલ્યા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે હાલ લાંબા વિરામ બાદ ફરી સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરેલ પાકને જીવનદાન મળ્યું છે.

Latest Stories