Connect Gujarat
ગુજરાત

સુરત : દરેક ચોરની અટક મોદી કેમ હોય છે ? જુઓ રાહુલ ગાંધીએ કોર્ટમાં શું આપ્યો જવાબ

કર્ણાટકની જાહેરસભામાં આપ્યું હતું વિવાદિત નિવેદન, પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં નિવેદન વિરૂધ્ધ કરી હતી અરજી.

X

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારના રોજ સુરતની કોર્ટમાં હાજર રહયાં હતાં. દરેક ચોરની અટક મોદી કેમ હોય છે તે સંદર્ભના નિવેદન અંગે તેમની સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહયો છે.

રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચાર દરમિયાન બેંગ્લોર નજીક એક જાહેર સભામાં તમામ મોદી અટક વાળા ચોર કેમ હોય છે?. જે આ કેસમાં ગુરૂવારના રોજ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટમાં હાજર થયા હતાં. ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને અલગ અલગ સવાલો કરવામાં આવ્યાં હતાં. જેમાં પૂછેલા તમામ પ્રશ્નો પૈકીના મોટા ભાગના સવાલોમાં એક જ જવાબ આપ્યો હતો મને ખબર નથી. હું રાષ્ટ્રીય રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધન કરું છું માટે તમામ જાહેર સભામાં હું શું બોલ્યો છું એવું મને સંપૂર્ણ યાદ નથી.

પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં નિવેદન વિરૂધ્ધ કરી હતી અરજીરાહુલ ગાંધી સામે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા હતાં. આ કેસમાં હાઇકોર્ટમાં જો સ્ટે ન આવે તો આગામી 12 જુલાઈના દિવસે સુનાવણી હાથ ધરાશે. આ પુર્વે સુરત આવી પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, યુવા નેતા હાર્દિક પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.

Next Story