Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: હાઇવે પર ધુમ્મસના કારણે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત 3 લોકોના કમકમાટીભર્યા મોત

અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

સુરેન્દ્રનગર: હાઇવે પર ધુમ્મસના કારણે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત 3 લોકોના કમકમાટીભર્યા મોત
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ગાઢ ધુમ્મસના કારણે આઈશર પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. સુરેન્દ્રનગર જીલ્લામાં લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ગાઢ ધુમ્મસના કારણે આઈશર પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતની ઘટનામાં પરિવાર રાજસ્થાનથી રાજકોટ જઈ રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશોને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં લીંબડી આરઆર હોસ્પિટલના ડ્રાઇવર લાલાભાઇ દ્વારા પરિવારને રોકડ રૂપિયા તેમજ સોનાની વસ્તુ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. આ અકસ્માતની ઘટનામાં 108 એમ્બ્યુલન્સ વાનના પાયલોટ અગરસંગભાઈ પરમાર તેમજ અશ્વિનભાઈ ડોડીયા દ્વારા ઇજાગ્રસ્તને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ ટ્રાફિક પુન: ચાલુ કરાવ્યો હતો.

Next Story