સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની સગીરાનું યુવકે અપરહણ કરી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આરોપી યુવકને ડાંગ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો.
હાલમાં ડીઝીટલ જમાનો અને મોબાઇલ યુગ ચાલી રહ્યો છે, ત્યારે તરૂણ સગીરાઓ દેખાદેખી અને ફેસનના આ જમાનામાં વિજાતિય આક્રષણ અનુભવ કરતાં હોય છે. તેવામાં સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેતરમાં ખેતી કામ કરતો શુભમ પટેલ નામનો શખ્સ બાજુના ખેતરના માલીકની સગીર પુત્રીને બદકામ કરવાની લાલસામાં અપરહણ કરીને ખંભાત નજીકના એક ગામમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં, પણ આ શખ્સ સગીરા પર વારંવાર દુષ્કર્મ પણ આચરતો હતો. જોકે, સગીરા તકનો લાભ લઈને ખંભાતથી નાસી છૂટી હતી. જે બાદ પોતાના ઘરે પહોચી પરિવારજનોને બનાવ અંગે જાણ કરી હતી. જેથી સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી.
જોકે, આરોપી યુવક શુભમ પટેલને પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ થતાં સગીરાના ભાઇ અને સગીરાના મોબાઇલમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે સગીરા સહિતના પરિજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જોકે, આરોપી ડાંગ જિલ્લાના આહવા નજીક ચિખલી ગામે છુપાયેલો હોવાની પોલીસને બાતમી મળતા જોરાવરનગર પોલીસની ટીમ ચિખલી પોહોચી આરોપી શુભમને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો.