Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની કરાતી હતી હેરાફેરી; દસાડા પોલીસે ઈંગ્લીશ દારૂની 226 બોટલ કબજે કરી

દસાડા PSI સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પરથી ગાડીમાં ચોરખાનામાં સંતાડેલી વિદેશી દારૂની 226 બોટલો સાથે મહિન્દ્રા ગાડી ઝડપાઇ હતી

સુરેન્દ્રનગર: ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની કરાતી હતી હેરાફેરી; દસાડા પોલીસે ઈંગ્લીશ દારૂની 226 બોટલ કબજે કરી
X

દસાડા PSI સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પરથી ગાડીમાં ચોરખાનામાં સંતાડેલી વિદેશી દારૂની 226 બોટલો સાથે મહિન્દ્રા ગાડી ઝડપાઇ હતી. દસાડા પોલીસે વિદેશી દારૂની 226 બોટલો, મોબાઇલ નંગ- 2 અને મહિન્દ્રા પીક-અપ ગાડી મળી કુલ રૂ. 2.40 લાખનો મુદામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દસાડા PSI એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે, સફેદ કલરની મહિન્દ્રા પીક-અપ ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થઇ રહી છે. આથી દસાડા પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે શંખેશ્વર રોડ તરફથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની મહિન્દ્રા પીક-અપ ગાડી નં.GJ-12-W-5473નો દસાડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આંતરીને સઘન તલાશી લેતા ગાડીમાંથી ચોરખાનામાં સંતાડેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- 226, કિંમત રૂ. 84,750, મોબાઇલ નંગ-2, કિંમત રૂ. 5,500 અને મહિન્દ્રા પીક-અપ ગાડી કિંમત રૂ. 1,50,000 મળી કુલ રૂ. 2,40,250ના મુદામાલ સાથે બાંકસીંગ જુગલસીંગ રાજપૂત ( રહે- ચાડાર બાંકલસર, તા. રામસર, જી.બાડમેર (રાજસ્થાન) અને ભેમારામ મેઘરાજરામ ધુળારા ( રહે- કારોલા, તા.સાંચોર, જી.ઝાલોર (રાજસ્થાન) ઝબ્બે કરાયા હતા.

દસાડા પોલીસના આ દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, ઇશ્વરભાઇ મકવાણા, દાનુભાઇ રંજીયા અને લીલાભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

Next Story