Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે સાતમ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું, મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ

આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું

X

આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું

પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ શીતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી સહિતની ચીજવસ્તુઓ અર્પણ કરે છે.મંદિરે સવારે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. શીતળા માતાના મંદિરે શ્રાવણ મહિનાની સાતમ, આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.

Next Story