સુરેન્દ્રનગર : ધાંગ્રંધ્રાના સુથારે યોગ દિવસ નિમિત્તે બતાવી કારીગરી

21મી જુનના દિવસે ઉજવાય છે વિશ્વ યોગ દિવસ, યોગ દિવસને અનુલક્ષી લાકડામાંથી વિશેષ કૃતિ બનાવી.

સુરેન્દ્રનગર : ધાંગ્રંધ્રાના સુથારે યોગ દિવસ નિમિત્તે બતાવી કારીગરી
New Update

કોરોનાની મહામારી વચ્ચે 21મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ધાંગ્રધામાં રહેતાં સુથારે લાકડામાંથી વિશેષ કૃતિ બનાવીને લોકોને યોગનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સોમવારના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનું પ્રતિક છે. શંભુ મિસ્ત્રી ધાંગધ્રા શહેરમાં ઘણા સમયથી સુથારી કામ કરે છે. તે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જાણીતા છે 21 જુન વિશ્વ યોગ દિવસ હોવાથી તેમને ફૂટ બાય ફૂટમાં 21 યોગા કરતી કૃતિ તૈયાર કરી છે. આ કૃતિ બનાવવા માટે તેમને દસ દિવસનો સમય લાગ્યો હતો. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી તમારુ હદય મજબૂત થાય છે. તમારા મનમાંથી નકારાત્મક વિચારો દુર થાય છે અને તમે એકદમ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકો છો.

#Connect Gujarat #Surendranagar #Surendranagar News #World Yoga Day #yoga day #Connect Gujarat News #Beyond Just News #International Yoga Day 2021 #Best from Waste
Here are a few more articles:
Read the Next Article