સુરેન્દ્રનગર : નિરાતઘરના નિરાધાર વૃદ્ધો અને બાળકો સાથે જિલ્લા કલેકટર અને DDOએ દિવાળી પર્વની ઉજવણી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નિરાતઘરના વૃદ્ધો અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

New Update
  • જિલ્લા કલેકટર અને DDOનો અનોખો પ્રયાસ

  • નિરાધાર લોકો સાથે દિવાળીની ઉજવણી કરી

  • નિરાતઘરમાં વૃધ્ધો અને બાળકો સાથે ઉજવણી

  • 80થી વધુ નિરાધાર લોકો લઈ રહ્યા છે આશરો  

  • ગ્રાઉન્ડમાં સુંદર રંગોળી અને દીવડા પ્રગટાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નિરાતઘરના વૃદ્ધો અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રએ અનોખી દિવાળીની ઉજવણી કરી હતી.સોમાસર ગામ પાસે આવેલ નિરાતઘરમાં 80થી વધુ નિરાધાર અને મોટી ઉંમરના વૃધ્ધો આશરો લઇ રહ્યા છે.જેમની સાથે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

સુરેન્દ્રનગરથી મુળી રોડ પર આવેલ અનુબંધ સંસ્થા એટલે નિરાતઘરનું સંચાલન નીરૂપા  શાહ અને ટ્રસ્ટી પરેશ ડોડીયા કરે છે. આ સંસ્થામાં ગુજરાત સહિત અન્ય સ્ટેટના લોકો જેનું કોઈ નથી કોઇ કામથી ગુજરાત આવ્યા અને અકસ્માત થયો રાજકોટ સિવિલમાં સારવાર લીધી અને એમનું કોઈ વારસ ન હોવાથી આવા નિરાધાર લોકોને આશરો આ સંસ્થા આપે છે. જેમાં 80થી વધુ વૃધ્ધો અને માતાઓ આશરો લઇ રહ્યા છે. જેમની સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દિવાળીની ઉજવણી કરી હતી.સંસ્થાના વિદ્યાર્થીઓ અને નિરાધાર લોકોએ મેદાનમાં સુંદર રંગોળી અને દિવડાઓ પ્રગટાવ્યા હતા.આ પ્રસંગે અધિકારીઓએ અને  વિદ્યાર્થીઓ નિરાધારો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને  દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories