સુરેન્દ્રનગર: હોસ્પિટલ કર્મીઓનો સતત બીજા દિવસ ઉપવાસ આંદોલન, એકની તબિયત લથડી
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલના આઉટસોર્સીંગ કર્મીઓને નોટીસ આપ્યા વગર છુટ્ટા કર્યાની રજૂઆત અને આંદોલન છતા પરત લેવાયા નહતા.

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલના આઉટસોર્સીંગ કર્મીઓને નોટીસ આપ્યા વગર છુટ્ટા કર્યાની રજૂઆત અને આંદોલન છતા પરત લેવાયા ન હતા.આ અંગે પોલીસ અધિક્ષક કચેરીમાં આવેદન છતાં પરત ન લેવાતા કર્મીઓ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. જેમાંના એકની તબીયત લથડતા સારવારઅર્થે લઇ જવાયા હતા.
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પીટલમાં આઉટસોર્સીંગ વર્ગ-4ના કર્મીઓને છુટ્ટા કરવામાં આવતા રોષની લાગણી ફેલાઇ હતી. આથી અર્જુન બારૈયા, વાઘેલા ભરત, સોલંકી મુકેશ, અવિનાશ વાઘેલા સહિતનાઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી, જિલ્લા તબીબી અધિકારી સહિતને સંબોધી લેખિત રજૂઆત કરવા છતા 7 કર્મચારીઓએ કામે પરત લીધા ન હતા.આથી તો 5-7-21થી ગાંધી હોસ્પીટલ પ્રાંગણમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા.આમ રજૂઆતો આંદોલન છતા કોઇ કાર્યવાહી ન થતા તા.19-7-21થી આ કર્મચારીઓ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે.ત્યારે ગુરૂવારના રોજ વિક્રમ વિનુભાઇવાળા નામના ઉપવાસીની તબીયત લથડી હતી. અને ચક્કર આવવાની અને બેહોશ થવાની ફરીયાદ કરતા ગાંધી હોસ્પીટલ સારવાર અર્થે લઇ જવાયા હતા.આમ 17 દિવસના ઉપવાસ આંદોલન છતા અધિકારીઓએ મુલાકાત ન લેતા ઉપવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.આ અંગે ઉપવાસીઓએ જણાવ્યુ કે અમોને કોઇ પણ નોટીસ આપ્યાવગર ગેરકાયદેસર રીતે છુટ્ટા કર્યા છે. અમો ઉપવાસીઓમાંથી કોઇને પણ કાંઇ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશેની ચીમકી આપી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT