Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા, અને શિક્ષકો રૂમ લોક કરીને જતા રહ્યા..!

પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકો રૂમમાં હતા, ત્યારે શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી. આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું. બાળકોના વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા, અને બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ ઠાલવ્યો હતો, જ્યાં શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા, ત્યારે રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકોનો રીતસરનો ઉધડો લઈ હલ્લાબોલ કર્યો હતો. શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રોકકળ કરતા જોવા મળે છે. તો બીજી તરફ, તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે. બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બાળકોને બહાર કાઢ્યા હતા. જોકે, હાલ આ મામલે શાળાના આચાર્યને બોલાવી એમનો ખુલાસો લેવા સાથે નોટીસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story