સુરેન્દ્રનગર: ખાણખનીજ કચેરીના જુનિયર ક્લાર્ક રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

સુરેન્દ્રનગરના ખાણ ખનીજ કચેરીના જુનિયર કલાર્કની લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ધરપકડ કરી હતી,ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારવા જતા લાંચિયો અધિકારી ACBના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો. 

New Update
a
Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ કચેરીમાં વર્ગ 3માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈએ ફરિયાદ કરેલી RTIની પુરી માહિતી આપવા માટે રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી.જે બાબત અંગે ફરિયાદ દ્વારા ACB જામનગર શાખાનો સંપર્ક કર્યો હતો.અને ફરિયાદના આધારે ACB દ્વારા ખાણ ખનીજ કચેરીના ગેટ પાસે,બહુમાળી ભવન,સુરેન્દ્રનગર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું,જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા  ખાણ ખનીજ કચેરીના જુનિયર કલાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ACB ની સફળ ટ્રેપને પગલે લાંચિયા અધિકારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.

Latest Stories