Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ત્રણ લોકોને વેકસીન મુકાવ્યા બાદ શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં!

મૂળી અને ધ્રાંગધ્રામાં શરીર પર ચાવી અને કિચન ચોંટવા, કોરોના વેકસીન મુકાવ્યા બાદ શરીરમાં આવ્યું પરીવર્તન.

X

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના એક વ્યકિતના શરીરમાં વેક્સિન લીધા બાદ ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોંટતી હોવાનો બનાવથી લોકોમાં અચરજ ફેલાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના પરિવારમાં 2 વ્યક્તિઓને વેક્સિન લીધા બાદ તેમનું શરીર જાણે ચુંબકિય થઈ ગયું હોય એવું વીડિઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.વેક્સિન લીધેલી વ્યક્તિઓના શરીર સાથે ખરેખર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ શરીર સાથે ચોંટી જાય છે. જ્યારે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના શરીર સાથે ચોંટી જતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલમાં તો આ ઘટનાથી વિસ્તારની અંદર ડરનો માહોલ ઉભો થયો છે.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના એક વ્યક્તિના શરીરમાં પણ કોરોના વેક્સિન બાદ ચીજવસ્તુઓ ચોંટતી હોવાની વિગતો સામે આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનથી આવુ થવુ સંભવ ન હોવાનું કહેવામા આવ્યું હતું.

બાઇટ

વિજય સોમપૂરા-વેકસીન લેનાર

Next Story