Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : જસાપર ગામે વીજળી પડતાં એક વ્યક્તિ સહિત 80થી વધુ બકરાના ઘટના સ્થળે મોત...

બપોરના સમયે ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા અને ભડાકા તેમજ વીજળી સહિત વરસાદ વરસ્યો હતો.

સુરેન્દ્રનગર : જસાપર ગામે વીજળી પડતાં એક વ્યક્તિ સહિત 80થી વધુ બકરાના ઘટના સ્થળે મોત...
X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામની સીમામાં વીજળી પડતા એક વ્યક્તિ સહિત 80થી વધુ બકરાઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. હાલ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે તા. 3જી મેના રોજ બપોરના સમયે ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા અને ભડાકા તેમજ વીજળી સહિત વરસાદ વરસ્યો હતો. ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વ્રજપરનો યુવાન જસાપર ગામની સીમમાં બકરાઓ ચરાવી રહ્યો હતો. તે દરમિયાન વીજળી પડતાં 25 વર્ષીય યુવાન ચેતન સેલાભાઇ ભરવાડ સહિત 80થી વધુ બકરાઓના મોત નીપજ્યાં હતા, ત્યારે બનાવના પગલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story