સુરેન્દ્રનગર: ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચ્યા,ચીફ ઓફિસરને કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્ર નગરના ચોટીલાના સુખપરાના સ્થાનિકોએ પાણી તેમજ ગટર સહિતના પ્રશ્ને નગર સેવા સદનના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

New Update

સુરેન્દ્રનગરનું ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે ફરી એકવાર સુખપરાના મહીલાઓ અને પુરુષો નગરપાલિકાએ પહોંચ્યા હતાઅને ચોટીલા ચીફ ઓફિસરને પાણી ગટર રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.સુખપરામાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર તો થઈ છે પણ હજી સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી તે પણ એક સવાલ છે અને વર્ષો થી ભુગર્ભ ગટર શોભાના ગાઠીયા સમાન છે.ભુગર્ભ ગટરના કનેક્શન ન આપેલ હોવાથી બાથરૂમના પાણી રોડ ઉપર જવાથી શૌચાલય માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે તેવા પણ પ્રશ્નોની રજૂઆત મહીલાઓ દ્વારા કરવામાં આવી હતી.ઘરે ઘરે નળ કનેક્શન તો છે પણ તેમાં પાણી આવતું નથી આમ રોડ ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોનોથી સુખપરા ઘેરાયેલુ છે તો દરેક પ્રશ્ર્ન નો હલ થાય તેવી ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી હતી

Latest Stories