-
હવે ખેતર પણ સુરક્ષિત રહ્યા નથી
-
ખેતરમાંથી જીરૂ ચોરીની ઘટનાથી ચકચાર
-
જીરૂનો તૈયાર પાક વાઢીને ચોરીને આપ્યો અંજામ
-
પાંચ કિલોથી વધુ જીરૂની થઇ ચોરી
-
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પંથકમાં ખેતરમાં રહેલા તૈયાર પાક પણ જાણે સલામત ન હોય તેમ ખેતપેદાશોની ચોરીના બનાવો બનતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતા ધીરૂ મગનભાઇ દલવાડીએ પોતાના ખેતરમાં જીરૂનું વાવેતર કર્યું હતું.હાલ જીરૂનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો.ત્યારે રાત્રીના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા હતા અને ખેતર માંથી અંદાજે પાંચ કિલોથી વધુ જીરું વાઢીને ચોરીને ફરાર થઇ ગયા હતા.ખેતરના માલિક ધીરૂ બીજા દિવસે સવારે ખેતરમાં આવતા ખેતરમાંથી જીરૂની ચોરી થયા અંગે જાણ થતા પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જીરૂની ચોરીને અંજામ આપી ખેડૂતોની ઊંઘ હરામ કરનાર બે તસ્કરો ગડા માથાસુરીયા અને ઘનશ્યામ ચુનારા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.