New Update
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વેલનાથ નગરમાં એક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પડ્યા હતા.પોલીસની રેડમાં 5 મહિલાઓ સહિત 30 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.અને રોકડ,વાહનો,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 6,58,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વેલનાથ નગરમાં રહેતા કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હતો,જે અંગેની બાતમી પાટડી પોલીસને મળી હતી,જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે દરોડા પડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પોલીસે સ્થળ પરથી 5 મહિલા સહિત જુગારનો અડ્ડો ચલાવનાર તેમજ જુગાર રમનાર મળીને કુલ 30 જુગારીઓની ધરપકડ કરી હતી.તેમજ રોકડ રૂપિયા 4,58,450,ત્રણ વાહનો કિંમત રૂપિયા 75000,26 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1,25,500 એમ કુલ મળીને રૂપિયા 6,58,950નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
Latest Stories