/connect-gujarat/media/post_banners/79673bbbadf144aefc9b77549d352050d7663feb6f97eb9143ff20c18dae473f.jpg)
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવ ચઢ્ઢા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે મહેનત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપના રાષ્ટ્રીય નેતા રાઘવ ચઢ્ઢા આ રેલીમાં જોડાયા હતા. રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આપના ઉમેદવાર વાઘજી પટેલ માટે મત આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આપના રાષ્ટ્રોય નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.