Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર ખાનગી બસમાંથી મુસાફરના રૂ. 88 લાખના સોનાની ચોરી, જુઓ CCTV

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મુસાફરના રૂ. 88 લાખથી વધુના સોનાની ચોરી થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે, તેવા સંજોગોમાં ચોરી, લૂંટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલ દર્શન હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલી ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બસમાં સવાર યુવક પાસે રહેલા થેલાની અજાણ્યા લોકોએ ઉઠાંતરી કરી હતી. આ થેલામાં સોનુ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટના શૈલેષ પટોડીયા નામનો યુવક બસમાં મુસાફરી કરી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સતત 2 કલાક મુસાફરી બાદ બસને રેસ્ટ માટે દર્શન હોટલ થોભવવામાં આવી હતી. જોકે, શૈલેષ પટોડીયા પોતાનો સોનુ ભરેલો થેલો બસમાં મૂકી ફ્રેશ થવા વોશરૂમ ગયા હતા, તે સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા બસમાંથી થેલાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. સમગ્ર મામલે યુવક દ્વારા તાત્કાલિક પગલે જોરાનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, આ થેલામાં રૂ. 88 લાખથી વધુનું સોનું હોવાનું ભોગ બનનાર મુસાફરે જણાવ્યુ હતું, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસર વધુ તપાસ હાથ ધરી છે.

Next Story