સુરેન્દ્રનગર : કરમડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ સંપન્ન...

સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

New Update
Advertisment
  • કરમડ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજન

  • ગુરુકુળ પરિસરમાં નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું કરાશે નિર્માણ

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ

  • તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોના પ્રભુતામાં પગલાં

  • મુખ્યમંત્રીએ નવયુગલોને ભાવિ જીવનની શુભકામના પાઠવી

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતુંઅને ત્યારબાદ તેઓ મહોત્સવના સભામંડપમાં પધાર્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કેકરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશિષથી વિદ્યાસદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળરૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે. ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચીંધે છેસાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે.

જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. એટલું જ અંહીસ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યું છે. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યું છે. ઉપરાંત વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બીરદાવી હતી. આ સાથે જ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાત્યારે આ તમામ નવયુગલોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદમહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદદાસ સ્વામીભકિત જીવનદાસ સ્વામીક્રિષ્ન વલ્લભદાસજી સ્વામીગુજરાત વિધાનસભાના  નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાસાંસદ ચંદુ શિહોરાધારાસભ્ય કિરીટ રાણાપી.કે.પરમારસુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટરાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણજયેશ પટેલ સહિતના મહાનુભાવોદાતાઓસંતો-મહંતો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories