સુરેન્દ્રનગર:યાત્રાધામ ચોટીલામાં નશાનો કાળો કારોબાર કરવા આવેલા બે શખ્સો ઝડપાયા,જુઓ શું હતો પ્લાન

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસે બે શખ્સોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં અગાઉ અનેકવાર ગાંજા અને અફીણનું વાવેતર ઝડપાયુ છે. ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી અહી દુરદુરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આવા પવિત્ર યાત્રાધામના શહેરમાં નશાનો કારોબાર કરવા આવેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ચોટીલા પોલીસ મથકનાકર્મીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચોટીલા પાળીયાદ રોડ પર આવેલા ભક્તિવન પાસે બે યુવાનો શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા હતા. જેથી ચોટીલા પીઆઇ અને તેમની ટીમને કાંઇ શંકાસ્પદ જણાતા બન્ને યુવાનોને ચોટીલા પોલીસ મથકે લઇ જઇ પુછપરછ કરતા સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર બન્ને યુવાનો રહેતા હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસ ટીમે બન્ને યુવાનોની તલાશી લેતા ભરત ત્રિવેદી પાસેથી ૮૦૦ ગ્રામ ગાંજો જ્યારે ભરત તલસાણીયા પાસેથી ૩૮૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બન્ને શખ્સો પાસેથી કુલ ૧૧૮૫ ગ્રામ ગાંજો, બે મોબાઇલ ફોન સહીત કુલ રૂપિયા ૧૫,૧૧૦નો મુ્દ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories